ગુજરાતના ચિખોદરા-આણંદ ગામમાં પાટીદાર પરિવારમાં જન્મેલા અને કેમિકલ એન્જિનિયરીંગમાં માસ્ટર ડિગ્રી મેળવીને ગુજરાત અને ઓસ્ટ્રેલિયામાં રાસાયણિક ઉત્પાદનનો અનુભવ લીધા પછી યુનાઇટેડ નેશન (UN), નેધરલેન્ડમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરીને દુનિયાના મોટા ભાગના દેશોના ઝેરી રાસાયણિક શસ્ત્રોના જથ્થાને નાશ કરવાના હેતુ અર્થે કામ કર્યું.
કોવિડની મહામારી દરમ્યાન, યુ-ટ્યુબ ઉપર ડૉ. શુક્લાના વિવેચનો જે ડૉ. સાહેરજી લિખિત "Zen Yoga-A creative psychotherapy to self-integration" કૃતિને વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજાવેલી મનોચિકિત્સાને ગહનતાથી સમજવા માટે હું કોર્સમાં જોડાયો અને ડૉ. શુક્લાનું અંગ્રેજી ભાષામાં પુનઃમુદ્રિત કરેલું પુસ્તક મળ્યું.
ડૉ. સાહેરજીએ વૈજ્ઞાનિક ઢબે સમજાવેલા અને પ્રાયોગિક રીતે પ્રમાણિત કરેલા આધ્યાત્મિક સિદ્ધાંતોએ મને સર્જનાત્મક અનુભૂતિ થવા લાગી. મનમાં જે અંધશ્રદ્ધા કે મોક્ષની લાલસાના બંધનો હતાં, તે તૂટવાની શરૂઆત થઈ. સોનામાં સુગંધ ભળે તેમ જે આધ્યાત્મિક ગ્રંથોનું હું અધ્યયન કરતો હતો, તેમાં ઝેનયોગાના શ્રેષ્ઠ સૂચનોના સંયોજનથી મનથી મગ્નતા સુધીની મારી યાત્રાને અધિકૃત બનાવી.
આધ્યાત્મિક વિષયો મારા માટે પહેલાં એક ઔપચારિક માહિતી હતી, જે હવ