અધર્મ હજાર હોઈ શકે છે, ધર્મ હજાર નથી હોઈ શકતા. અધર્મ બીમારી છે, ધર્મ સ્વાસ્થ છે. આથી ધર્મ તો એક જ હોઈ શકે છે. જે દિવસે મનુષ્ય-જાતિ પર માત્ર ધર્મ શાશ્વત-સનાતન હશે, એ દિવસે જ આપણે ધર્મના નામ પર થઈ રહેલી ગેરસમજોથી મુક્ત થઈ શકીશું. હવે આ નવા માણસને, આ એકવીસમી સદીના માણસને કોઈ નવી નીતિ જોઈએ. એ નીતિના નવા આધાર જોઈએ. આ નવી નીતિ જ્ઞાન પર ઊભી હશે, ભય પર નહીં. આ નવી નીતિ એ વાત પર ઊભી હશે કે, આજના માણસને સમજમાં આવવું જોઈએ કે, નૈતિક હોવું એના માટે આનંદપૂર્ણ છે, નૈતિક હોવું એના માટે સ્વાથ્યપૂર્ણ છે. નૈતિક થવું એના અંગત હિતમાં છે. આ કોઈ ભવિષ્યના ભય માટે નથી. આ કાલે મૃત્યુ પછી કોઈ સ્વર્ગ માટે નથી, આજે આ પૃથ્વી પર નૈતિક હોવાનો રસ અને જે અનૈતિક છે, તે પોતાના હાથથી પોતાના પગ કાપી રહ્યો છે. જે અનૈતિક છે, તે ભવિષ્યમાં નરક જશે એવું નથી. જે અનૈતિક છે, તે આજે પોતાના માટે નરક પેદા કરી રહ્યો છે. એક માણસ જ્યારે પૂરા તીવ્ર ક્રોધમાં હોય છે, તો જેટલું ઝેર એના લોહીમાં ફેલાય છે, એના કરતાં સો ગણું ઝેર એક માણસની હત્યા માટે પર્યાપ્ત છે. આજે આપણે જ્ઞાનનો હિસ્સો બનાવવો પડશે. પડાવ વગર જો કોઈ રસ્તો હોય, તો અર્થહીન જ હશે, અસંગત જ હશે કેમ કે, જે રસ્તો કોઈ પડાવ પર ના પહોંચતો હોય, એને રસ્તો કહેવ&
ThriftBooks sells millions of used books at the lowest
everyday prices. We personally assess every book's quality and offer rare, out-of-print treasures. We
deliver the joy of reading in recyclable packaging with free standard shipping on US orders over $15.
ThriftBooks.com. Read more. Spend less.