અદ્ભુત નવલકથા... ગહન સંશોધનવાળી... આપણા રાજકારણીઓ એ વાંચી શકવા જેટલા સાક્ષર હોત તો - પ્રહલાદ કક્કડ વાંચવી જ પડે તેવી નવલકથા 'ધ રોઝેબલ લાઇન' જેવી જ અદ્ભુત. - પ્રિતિશ નાંદી ઈસાપૂર્વ 340નું વર્ષ. એક ગભરાયેલા, ભાગી છૂટેલા બ્રાહ્મણ યુવાને પોતાના પ્રેમાળ પિતાની ઘાતકી હત્યાના પ્રતિશોધ માટે પ્રતિજ્ઞા લીધઘી. શીતળ, કુનેહબાજ, ક્રૂર અે સ્વીકૃત નૈતિક મૂલ્યોથી પર એ યુવાન આશ્ચર્યજનક રીતે વિજયી બને છે અને શક્તિશાળી મયુર સામ્રાજ્યના રાજસિંહાસન પર ચંદ્રગુપ્તને સ્થાપવામાં સફળ થાય છે. ઇતિહાસ તેને તેજસ્વી રાજનીતિજ્ઞ ચામક્ય તરીકે ઓળખાવે છે. સંતુષ્ટ અને રાજ્યવિધાતા તરીકેની પોતાની સફળતાથી થોડુંક કંટાળેલું એ પ્રબુદ્ધ મગજ પછી 'અર્થશાસ્ત્ર'ની રચના કરે છે. પોતાને પુનરાવર્તિત કરવાની આદત ધરાવતો ઇતિહાસ, અઢી હજાર વર્ષ પછી ચાણક્યને પુનર્જિવિત કરે છે નાનકડા નગરનાં બ્રાહ્મણ શિક્ષક ગંગાસાગર મિશ્રાના સ્વરૂપમાં. તે ઘણા લોકોને કઠપૂતળીની જેમ નચાવે છે, જેમાં એક ઝૂંપડપટ્ટીની બાળકી પણ સામેલ છે, જે આગળ જતા સુંદર અને શક્તિશાળી સ્ત્રી બને છે. પ્રાચીન ભારતની જેમ અર્વાચીન ઇન્ડિયા પણ નફરત, ભ્રષ્ટાચાર અને વિભેદક દૃઢ નિર્ધારવાળો પંડિત લોકોના લોભ, લાંચિđ