જ્યારે આ ત્રણેય વસ્તુનો સંગમ એકમાં દેખાય ત્યારે તો તેનું જીવન જ પૂજા બની જાય કોઈપણ એકને પામવા જતાં આયખું ખરચાઇ જાય છે જ્યારે પૂજાબેનમાં તો તે ત્રણેયનો ત્રિવેણી સંગમ દેખાય છે જેમાં મહારથ મેળવી, સાથે સાથે સેવાની સરવાણી પણ વહાવી રહ્યા છે. પિતા દેવેન્દ્રભાઈ અને માતા ધર્મિષ્ઠાબેનનું બહુમૂલ્ય રત્ન પૂજા જ હોય ને? જે કલા, સેવા અને સમાજની પૂજા કરી જાણે છે અને ત્રણેયને સરખો ન્યાય આપવાનો પણ પ્રયાસ કરે છે. વ્યક્તિની એક વસ્તુમાં મહારથ મેળવવામાં જ આયખું વીતી જતું હોય છે પરંતુ પિતાનો વારસો પામી ધર્મ અને સાહિત્ય તો જાણે રગરગમાંજ વહ્યા અને પાંચમા ધોરણથી પોતાની કલમના પરચા તેમણે બતાવવાના શરૂ કર્યા હતા. જે પ્રોત્સાહન દ્વારા પરવાને ચડ્યા, તેમનાં કાવ્યમાં ગઝલ, ભક્તિ ગીત, પિરામિડ, હાઇકુ, જેવું વૈવિધ્ય છે. ગૌ માતાની સેવાના પરિપાકરૂપે ગૌ ચા]લીસા જેવી પુસ્તક પ્રકાશિત કરી અને ત્યારબાદ તો કાવ્યસંગ્રહ, હાઇકુ સંગ્રહ, પિરામિડ સંગ્રહ, શબ્દ તનિકા જેવા અંતરના ભાવોના ઝરણાં વહાવતા પુસ્તકો પ્રકાશિત કર્યા અને તે લખતાં લખતાં તેમનાં હૃદયનાં તાર ગૌમાતાની સેવા કરતાં કરતાં ગોપાલ સાથે પણ જોડાઈ ગયા છે. એટલે જ તેમનાં જીવનમાં સેવા સર્વોપરી છે વિવિધ પ&
Related Subjects
Poetry