આ પિરામિડ કાવ્યસંગ્રહ "તિતિક્ષા" તેમના સાહિત્ય પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ છે. પિરામિડ કાવ્ય એ લઘુકાવ્યનો જ એક પ્રકાર છે, પરંતુ શબ્દોને ફક્ત પિરામિડ આકાર આપી દેવાથી તે પિરામિડ કાવ્ય બની જતું નથી. જેમ પર્વત ટોચ પર એકદમ અણીદાર અને નીચે તરફ વિસ્તરેલો હોય છે, અને તેની તળેટી હંમેશાં નદી, નાળાં, ઝરણાં અને વનરાજીથી લીલીછમ હોય છે; બિલકુલ એવી જ રીતે પિરામિડ કાવ્યની છેલ્લી પંક્તિમાં આખા કાવ્યનો નિષ્કર્ષ સમાયેલો હોય છે. પિરામિડ કાવ્ય પ્રકાર એક અનોખો અને નવો પ્રયોગ છે, જેમાં કવિ પોતાના વિચારો અને ભાવનાઓને એક વિશિષ્ટ શૈલીમાં વ્યક્ત કરે છે.
પૂજાબેન ગઢવીએ તેમનું 'મંથના' ઉપનામ ખરેખર સાર્થક કર્યું છે. તેમના મન-મગજમાં આવતા વિચારોનું મંથન કરીને નવનીત સ્વરૂપે તેમણે આ પિરામિડ કાવ્યો રજૂ કર્યા છે. આ સંગ્રહમાં કવયિત્રીની કાવ્યશૈલી અને તેમના વિચારોની ઊંડાઈ સ્પષ્ટ દેખાય છે. 'તિતિક્ષા' સંગ્રહમાં તેમણે હુંકાર, લોભ, લાલચ, ખોટો મોહ, પશ્ચાતાપ, શ્રદ્ધા, વિશ્વાસ, વિશ્વાસઘાત, સાચો પ્રેમ, અહંકાર અને રાગ-દ્વેષ જેવા માનવ સ્વભાવના અનેક રંગોને વિષયવસ્તુ બનાવીને સુંદર રચનાઓ કરી છે. આ કાવ્યો માનવ જીવનનાં વિવિધ પાસાઓને સ્પર્શે છે, જે વાચકને ચિંતન કરવા મ
Related Subjects
Poetry