માનવજીવન એ એક અવિરત ચાલતી યાત્રા છે. જન્મથી લઈને અંતિમ શ્વાસ સુધીની આ સફરમાં મનુષ્ય અનેક રંગો, અનેક રૂપો અને અનેક અનુભવોનો સાક્ષી બને છે. ક્યારેક આ યાત્રા સુખના ઝણકારથી ગુંજી ઊઠે છે, તો ક્યારેક દુઃખના કરૂણ સ્વરથી હૃદયને ભીનું કરી દે છે. ક્યારેક જીવનમાં આશાનાં કિરણો ઝળહળે છે, તો ક્યારેક નિરાશાનાં ઘેરાં વાદળો છવાઈ જાય છે. આ ઉથલપાથલ, આ ઊંડાણ અને આ હૃદયસ્પર્શી અનુભવો જિંદગીનું સાચું સંગીત રજૂ કરે છે. જ્યારે આ સંગીતને અંતરાત્માના ઊંડાણમાંથી શબ્દોનો સહારો મળે છે ત્યારે કવિતાનો જન્મ થાય છે.
'સ્પંદન' કાવ્યસંગ્રહ એવાં જ જીવનનાં અસંખ્ય સંવેદનાત્મક ક્ષણોનું પ્રતિબિંબ છે. આ કાવ્યસંગ્રહમાં કવિશ્રી સુભાષભાઈએ પોતાની આત્માના બુલંદ અવાજને કવિતાઓમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. નાનાં-મોટાં પ્રસંગો, રોજિંદા જીવનના અનુભવો, આસપાસના દૃશ્યો, લોકો સાથેના સંબંધોમાંથી કવિએ પ્રેરણા લઈને પોતાના ભાવોને કાવ્યરૂપે રજૂ કર્યા છે. ક્યારેક આ કાવ્યોમાં પ્રેમનાં મધુર સ્વરો સંભળાય છે, તો ક્યારેક વેદનાની આગ સળગી ઊઠે છે. ક્યારેક પ્રકૃતિનો રમણીય નજારો હૈયાને તાજગી આપે છે, તો ક્યારેક માનવીય સંબંધોના તૂટતાં-જોડાતાં તંતુઓ અંતરાત્માને વિચાર
Related Subjects
Poetry