અંકિત ચૌધરી 'શિવ'ની કલમમાંથી અકળ અને ગૂઢ કથાઓનો જન્મ થાય છે. તેમની રહસ્યકથાઓ માત્ર કલ્પનાના ઘોડા નથી દોડાવતી, પરંતુ સત્યની આંગળી પકડીને ચાલે છે. આ જ તેમની લેખનશૈલીની આગવી ઓળખ છે. આ લાક્ષણિકતાને શિખરે પહોંચાડતી તેમની અદ્ભુત ભેટ એટલે નવલકથા - 'કાલરાત્રિ'.
આ માત્ર કોઈ સામાન્ય કથા નથી, પરંતુ સમયના ગર્ભમાં સદીઓથી ધરબાયેલી એક એવી શાપિત પ્રેમગાથા છે, જે આજે પણ પોતાના અસ્તિત્વનો પોકાર કરી રહી છે. પ્રેમ, દગો અને બલિદાનને ઉંમર કે સમયની કોઈ સીમાઓ નડતી નથી; તે તો જન્મોજન્મનાં બંધનો પાર કરીને પણ પોતાનો હિસાબ સરભર કરવા પાછો ફરે છે. 'કાલરાત્રિ' પાખી અને આર્યમાનના એ જ શાશ્વત અને શાપિત પ્રેમની હૃદયસ્પર્શી રજૂઆત છે.
આપણા સમાજમાં અનેક લોકવાયકાઓ અને દંતકથાઓ પેઢી-દર-પેઢી કહેવાતી આવી છે. કેટલીક સમયના વહેણમાં વિસરાઈ જાય છે, તો કેટલીક કોઈ અવાવરુ કિલ્લાની દીવાલોમાં કે ખંડેરોમાં હંમેશ માટે કેદ થઈ જાય છે. પરંતુ અંકિતભાઈ દ્વારા આલેખાયેલી આ કથા માત્ર કાલ્પનિક નવલકથા ન રહેતાં, માનવીની સંવેદનાઓ, અહંકાર, સ્વાર્થ અને નિઃસ્વાર્થ પ્રેમ વચ્ચેના સનાતન સંગ્રામનું જીવંત ચિત્ર બની રહે છે. જ્યારે એક નિર્દોષ જીવ અસહ્ય પીડા અને દગાનો શિકાર બને છે, ત્યારે &